આંબો અને આંબાનો મોર


     ગુજરાતી એક અવનવિ, અટપટી અને ખુબજ મજા પડે એવિ ભાષા છે. એક પ્રયત્ન સાથે દરરોજ નવું જાણિ શકાય એવી ભાષા. એક શબ્દના અનેક અર્થ ધરાવતી ભાષા. એમાંના બે શબ્દો એટલે આંબો અને આમ્બાંનો મોર. અહિં આપણે આમ્બાંનું વૃક્ષ અને તેના ફુલ એટલે કે મોરની વાત છે. 
     જેમ આપણે કેશુડો, ગુલમહોર, અને અન્ય વૃક્ષોનાં ફુલ જોઇને જેવી મજા પડે એવી મજા આંબાના વૃક્ષ પર ફુલ જોઇને પણ થાય છે. જો કેરી તમારુ પ્રિય ફળ હોય તો આ ફુલોનો રમ્ય દેખાવ કંઈક અલગ જ અને વધુ મજા આપે છે. આ ફુલ જોઇને આશા પણ જાગે છે, અને એક આતુરતા પણ આવે છે કે કેરી ક્યારે આવશે?
     આંબાના જાડ પર ફુલના ગુચ્છ જોઇને એવું લાગે કે મા બનવા જઈ રહેલી એક સ્ત્રી કોઇ રંગીન અને ગુંથેલી ઓઢણી ઓઢીને ઉભી હોય અને જેમ એ આવનાર બાલકના પરિવારના લોકો એ બાળકના ભવિષ્યની ચિંતા કરવા લાગે છે, એમ જેને કેરી પ્રિય છે એ પણ કેરીના ભવિષ્ય વિશે વિચારવા લાગે છે. જેમ બાળકના પરિવારના લોકો એ બાળકને કોઇ વ્યવસાયમાં આગળ વધારવો કે કોઇ નોકરી કરાવવી અને અન્ય કંઈક કરાવવા વિશે વિચારવા લાગે છે, એમ જેને કેરી પ્રિય છે એ આવનારી કેરીનું શું કરવું એના વિશે વિચારવા લાગે છે. માણસ કેરીને ડૉક્ટર કે એન્જિનિયર તો નથી બનવી શકાતી પણ એમાંથી ખાવાની અનેક વસ્તુઓ બનવી શકે છે, અથવા તેને કાચી અથવા પકાવીને પણ ખાઈ શકાય છે. કેરી એ ફક્ત મનુષ્ય જ નહિં પણ અમુક પ્રકારના પક્ષીઓ અને માખીઓનું પણ પ્રિય ફળ છે. 
     આપણે કેરીના ફળનું બીજ એટલે કે ગોટલીની પણ અમુક વસ્તુઓ પણ બનાવિ શકાય છે, અને એમાંની એક વસ્તુ એટલે મુખવાસ. એટલેજ તો કહેવાય છે,"आम के आम, गुटलीओ के भी दाम।"